શનિવાર, 20 ઑગસ્ટ, 2016

ગુજરાતમાં 1 લાખ હેક્ટરના કપાસ પર લાલ ઈયળનો આતંક


ગુજરાતમાં 1 લાખ હેક્ટરના કપાસ પર લાલ ઈયળનો આતંક
Today
ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસના પાકમાં લાલ ઈયળ આવી જતા પંજાબ બાદ ગુજરાતમાં પણ પાકને ભારે ફટકો પડવાની શક્યતા છે. હાલના આકડા અનુસાર કુલ પાકના 10 ટકા કપાસ ઈયળની ઝપેટમાં આવી ગયો. ગુજરાતમાં 23 લાખ હેક્ટર પર કપાસનું વાવેતર થયું છે જેમાંથી 1 લાખ હેક્ટરમાં લાલ ઈયળ જોવા મળે છે. અનેક વિસ્તારોના પાકમાં લાલ ઈયળ અને સફેદ જીવાત જોવા મળી રહી છે. કૃષિ વિભાગ અનુસાર 10 લાખ ટન જેટલા કપાસમાં ઘટાડો આવી શકે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો